हेलो दोस्तों! आप सबका alertsvala पर एक बार फिरसे स्वागत है। आज में आपको Gujarati Tahuko के बारे मे बताने वाला हु। जिससे आप अपनी लग्न कंकोत्री में लिख सकते है।
Gujarati Tahuko का मतलब क्या है?
Gujarati Tahuko का मतलब ये गुजरात में जब किसी की शादी हो रही है या तो उसे बोले की लग्न हो रहे है तो उसमे एक पार्ट होता है जहा पर सभी लोगो को आमंत्रित करने के लिए एक कविता की पंक्ति लिखी जाती है। जिसे हम Gujarati lagna Tahuko या तो Gujarati Tahuko भी बोल सकते है। Gujarati Tahuko ये एक कंकोत्री में एक बहुत ही महत्वपूर्ण भाग है। इसके बिना कंकोत्रि अधूरी है। Gujarati Tahuke में अपने भांजे यातो घर में कोई छोटे बच्चे है तो उसका भी नाम लिखा जाता है।
Gujarati Tahuko for Marriage

કૃષ્ણ વિના વૃંદાવન સૂનું, ખળખળતા નીર વગર નદી સુની,
કોયલ ના ટહુકા વગર વનરાઈ સુની, મોરના ટહુકા વગર મેઘ ગર્જના સુની,
આપણા આગમન વગર અમારો અવસર સુનો તો
અમારા ભાઈ/મામા/કાકા ના લગન માં જરૂર ને જરૂર આવજો હો…ને

એક મીઠા પ્રસંગ નું લાખેણું તેડું લાવી છું.
આમ તો છું સૌ નાનકડી મોટા ના મહેલે આવી છું.
કહેવાય તો કંકોત્રી પણ અપને તેડવા આવી છું.

ફૂલોની મહેક શ્વાસ માં ભળી જાય
મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય
સુરજ તો સાંજે ઢાળી જાય
આપ મારા મામા ના લગન માં પધારશો તો
સોના માં સુગંધ ભળી જશે.

ધીમા ધીમા વાયરા માં મીઠી મધુર આ સુગંધ ક્યાંક કોયલ ટહુકે તો,
ક્યાંક મોર ના ટહુકારા, આ ફૂલો ની સુગંધી ફોરમ ઉડે રંગ ને ઉડે ગુલાલ,
તો કોઈ પૂછે છે આ આનંદ સેનો છે વાત જાણે એમ છે કે મારા મામા ના લગ્ન
માં જરૂર ને જરૂર પધારજો
Also Read: 700+ Romantic Whatsapp Status you should read

પ્રેમ ની પરાકાષ્ઠાએ પહોંચવાનું મન થાય છે.
સંતાય ને તમને જોવાનું મન થાય છે.
તમે છો અમારા એવા સ્નેહીઓ કે તમે અમારા
મામાના લગ્ન માં કહેવાનું મન થાય છે.
Tahuko Gujarati Kankotri

ઉડ ઉડ પોપટ આકાશ માં લઇ કંકોત્રી ચાંચ માં,
પહાડ આવે તો પાર કરજે, નદી આવે તો સ્નાન કરજે,
મહેમાન મળે તો કંકોત્રી આપજે, અટક પૂછે તો સંખાવરા કેજે,
નામે પૂછે તો ફેનલ કે જે,
પણ મારા ભાઈ/કાકા ના લગ્ન માં જરૂર ને જરૂર આવજો…..

આજ ઉગ્યો સોનાનો સુરજ,
આંગણે વાગે છે રૂડા ઢોલ-શરણાઈ,
હૈયે મારે આનંદ ના માઇ,
તમે જલ્દી-જલ્દી આવજો મારે ભાભી લેવા જવું છે.

આમતો અમે નાના ને નાજુક એટલે,
મોટાઓને કઈ કહેવાય નહિ,
આતો પરાણે છે અમારા ભાઈ,
એટલે કઈ ચૂપ તો રહેવાય નથી.

આયખાનું આલેખન કરશુ તો….જો તમે સાથે હશો.
મંડપ પણ રોપસુ…..જો તમે જોતા હશો,
ચોરીના ચાર ફેરા પણ ફરસુ….જો તમે ફૂલ વર્ષાવતા હશો,
સામેય કરીશુ…..જો તમે નાચતા હશો,
મારા ભાભી ને લઈને આવશું….જો તમે જાણ માં આવશો…..
Gujarati Lagna na Tahuko

સમય ની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,
અતિ આનંદ છે અમોને, રાહ જોઈ રહ્યા છીએ,
તમારી, તો હવે કરોને અમારા ભાઈ ના લગ્ન માં આવાની તૈયારી…..

તારીખ લખી છે તનથી, મહિનો લખ્યો છે મનથી, સાલ લખી છે સ્નેહ થી,
મારા મામા ના લગ્ન પ્રસંગ માં પધારજો પ્રેમ થી

પરાણે છે ભાઈ અમારો, ઉમટે છે આનંદ અનેરો,
લઇ આવશે ભાભી ને ઘેર, આશીર્વાદ આપવા આવજો હરખભેર

કોયલ ના ટહુકારે, મનના મણકારે, ઉગતી ઉષાએ,
આથમતી સંધ્યાએ, ડગલામાં માં દસવાર,
પગલામાં પંદરવાર, નયનમાં નેવુવાર,
સપનામાં સોવાર, હૈયામાં હજારવાર, લખતી વખતે લાખોવાર,
આપણે કહેવાનું કે મારા ભાઈ ના લગ્ન માં જરૂર જરૂર આવજો
मेरा नाम विकी है। में इसी तरह की हिंदी कहानिया , हिंदी चुटकुले और सोशल मीडिया से संबंधित आर्टिकल लिखता हु। यह आर्टिकल “Best Gujarati Tahuko for Marriage of 2021” अगर आपको पसंद आया हो तो अपने दोस्तों के साथ शेयर करे और हमे फेसबुक, इंस्टाग्राम, ट्विटर आदि में फॉलो करे।
धन्यवाद।❤️
fine