Latest Gujarati Tahuko for Marriage for Bhai, Bhabhi, Mama etc.

હેલો મિત્રો! કેમ છો? મઝામાં તો વાંધો નઈ તો આજે આ આર્ટિકલ માં અમે કંઈક નવા ગુજરાતી લગ્ન ના ટહુકા (NEW GUJARATI LAGNA NA TAHUKA) ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. જે ગુજરાતી ટહુકા તમે તમારા ભાઈ (BHAI NA LAGNA NO TAHUKO) ના લગ્ન માટે, તમારા મામા કે મામી ના લગ્ન માટે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. નીચે બધા જ પ્રકાર ના નવા ટહુકાઓ ઉમેરીયા છે તો જોઈ જોજો.

New Gujarati lagna na Tahukao
New Gujarati lagna na Tahuka

ઢબુકતા ઢોલને સુરની શરણાઈ ના સુર થકી… આનંદની સીમા પાર કરી રોમ રોમ પ્રીત સાથે… બહેન ના આંગણે અવસર આવ્યો અનેરો… ચાલો રૂડા મામેરા શોભાવીએ.

છલકતે હૈયે લેશે વિદ્યય બેની અમારી… મીઠી યાદ આવશે તારી… ત્યારે ભીંજાશે આંખડી અમારી.. સંસાર ના સઘળા સુખ મળે તને, એવી અંતરની આરજુ અમારી…

કુમકુમ પત્રિકાને ન જાણતા કાગળનો ટુકડો, રૂબરૂ મળ્યા સરીખા જાણશોજી, કરજોડી વિનવીયે તમને અમારા કાકાના લગ્નપ્રસંગે ખાસ પધારશોજી

અમે તો નાના બાળ બીજુ તો કાઈ બોલતા ન આવડે પણ બોલ્યા વગર રહેવાનું નથી માટે કાનમાં કહીયે છીએ કે મારા લાડકા મામાના લગ્ન માં જરૂર જરૂર પધારશો.

Gujarati Lagna no Tahuko for Marriage of Bhai

Latest Gujarati tahuko
Latest Gujarati tahuko

આસો પાલવના અમે તોરણ બંધાવ્યા, લીલુડો રંગ ઉભરાય રે, અવસર છે અનમોલ તકયુકશો નહિ, છે અમારી બહેનના લગ્ન, આવવાનું ભૂલશો નહિ….

થશે આપનું આગમન તો ફુલોમા સુગંધ પુરાઈ જશે, રૂપેરા આભમાં ખુશીથી પક્ષીઓ લહેરાઈ જશે, આપ પધારશો
અમારા ભાઈના લગ્નમાં તો હૈયું હરખાઈ જશે.

Find some amazing Gujarati Lagna na tahuko for marriage here.

ઘર અમારું મંદિર, સંસ્કાર અમારી શોભા, મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરિભાષા, શાનમાં કહીએ કે કાનમાં, નાના કહેવાદો ને જાહેર માં,
અમારા કાકા ના લગ્ન માં જરૂર થી આવજો…

એક મીઠા પ્રસંગ નું લાખેણું તેડું લાવી છું. આમ તો છું સૌ નાનકડી મોટા ના મહેલે આવી છું. કહેવાય તો કંકોત્રી પણ અપને તેડવા આવી છું.

Gujarati Tahuko for Marriage for Mami

Gujarati Lagna na tahuko for bhai
Gujarati Lagna na tahuko for bhai

પરણેછે ભાઈ અમારો ઉમટે છે આનંદ અનેરો.
લઇ આવેશે ભાભીને ઘેર આશીર્વાદ આપવાઆવજો સહુ હરખ ભેર…

દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપની રાહમાં અત્યારે
હ્રદય અધીરા બની રહ્યા છે આપની વાટ પર
લગ્ન નો શુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર…

મંગલ ફેરા વર વધુ ના પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેલાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી સંબંધી, મિત્રો ની
જેનાથી આ શુભ પ્રસંગ ને અવિસ્મરણીય બનાવીશું……

મંગલ ફેરા વર વધુ ના પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેલાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી સંબંધી, મિત્રો ની
જેનાથી આ શુભ પ્રસંગ ને અવિસ્મરણીય બનાવીશું……

આમતો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા માસી એટલે ચુપ રહેવાય નહિ,
જો…જો…હો… લગ્નમાં આવવાનું ભૂલાય નહિ..

અમારો આર્ટિકલ (Gujarati Lagna na Tahuka) પૂરો વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર. જો તમારે આવા જ આર્ટિકલ વાંચવા હોય તો કોમેન્ટ કરો અને અમને જણાવો કે તમારે કેવો કન્ટેન્ટ વાંચવો ગમે.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.